તબીબોની સામૂહિક બદલીના તંત્રના નિર્ણયથી સિવિલના દર્દીઓને હાલાકી

0
768

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ૧૮ જેટલા તબીબોની હિંમતનગર અને
જૂનાગઢની મેડિકલ કોલેજોમાં ઇન્સ્પેક્શનને પગલે સાગમટે બદલીઓ કરી નાખવામાં આવી છે.
તંત્રના આ વધુ એક તઘલખી નિર્ણયને કારણે ગાંધીનગરના દર્દીઓએ યોગ્ય તબીબી સેવા મેળવવાથી વંચિત રહેવાનો વારો આવશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તકની જૂનાગઢ અને હિંમતનગર મેડીકલ કોલેજમાં એમબીબીએસની ફાઇનલ પરીક્ષાને કારણે બંને કોલેજોમાં ૯-૯ મળીને કુલ ૧૮ જેટલા તબીબોની બદલી ગાંધીનગરથી કરી દેવામાં આવી છે. ગાંધીનગર સિવિલને મેડિકલ કોલેજ બનાવ્યા બાદ શહેર-જિલ્લાના દર્દીઓને ૬૦૦ બેડ તેમજ
આધુનિક સાધનસામગ્રી સહિત તજજ્ઞ તબીબોની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ મેડિકલ કોલેજોને કારણે તબીબોની છાશવારે બદલી કરવામાં આવતા આરોગ્ય સેવા ખોરવાતી રહે છે હવે તંત્રએ વધુ એક તઘલખી નીતિ દાખવીને મુખ્ય તજજ્ઞ તબીબોને હિંમતનગર અને જુનાગઢ મોકલી દેવાતાં ગંભીર રોગચાળાની સ્થિતિ વચ્ચે દર્દીઓએ હાલાકી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here