બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીમાંથી એક તમન્ના ભાટિયા અને વિજય વર્મા લાંબા સમયથી અફેરને લઈને ચર્ચામાં છે. બંનેને ઘણી વાર ઇવેન્ટમાં એકસાથે પણ જોવા મળ્યા છે. પણ હવે બંને વચ્ચે બધું બરાબર નથી અને ખબર મળી રહી છે કે બંને વચ્ચે બે વર્ષથી પણ લાંબા સમયથી ડેટિંગ કર્યા બાદ બ્રેકઅપ થઈ ગયું છે.બંને અલગ થઈ ગયા છે, પણ દોસ્ત બનીને રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, પણ તેમના લગ્ન થઈ શક્યા નહીં. બ્રેકઅપની અફવાઓ વચ્ચે કેટલાય રિપોર્ટ્સમાં દાવો પણ કર્યો છે કે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો ડિલીટ કરી દીધી છે. જોકે, આ અટકળોથી વિપરીત, તેમની તસવીરો હજુ પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દેખાઈ રહી છે.હકીકતમાં જોઈએ તો, ડિસેમ્બર 2024માં તમન્નાએ વિજય વર્મા તેના દોસ્તો સાથે ગોવામાં પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં એક વીડિયો પણ સામેલ હતો. જેમાં તમન્ના અને વિજય ગેમ રમતા દેખાઈ રહ્યા હતા. આ પોસ્ટ હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર છે.