તાપસી પન્નુને નિંદાથી કોઈ ફરક નથી પડતો

0
665

તેની હાલમાં રિલીઝ થયેલી ‘હસીન દિલરૂબા’ના રિવ્યુઝ કંઈ ખાસ નહોતા,તાપસી પન્નુનું કહેવું છે કે તેને ટીકાઓથી કોઈ ફરક નથી પડતો. તેની ફિલ્મોને પણ નેગેટિવ રિવ્યુ મળવાથી તેને કોઈ મનદુઃખ નથી થતું. તેની હાલમાં રિલીઝ થયેલી ‘હસીન દિલરૂબા’ના રિવ્યુઝ કંઈ ખાસ નહોતા. આમ છતાં તે પોતાની જાતને શાંત પાડવાનો પ્રયાસ કરે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તેની કેટલીક ફિલ્મોને નેગેટિવ રિવ્યુ મળવા છતાં તે સ્ટ્રૉન્ગ રહે છે. આ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘મારી કોઈ ફિલ્મોને સારા રિવ્યુઝ નથી મળ્યા. હું આ વાત તમને એટલા માટે કહી શકું છું, કારણ કે આજની તારીખ સુધીના મેં મારી તમામ ફિલ્મોના તમામ રિવ્યુઝ વાંચ્યા છે. કેટલાક તો ખૂબ ભયાનક હોય છે. કોઈએ મને એના પર રીઍક્ટ કરતાં નથી જોઈ. મને નિંદાથી કોઈ ફરક નથી પડતો. હું એમાંથી જ મારી કરીઅર ઘડું છું. જો તમે મારી ફિલ્મોના રિવ્યુઝ વાંચશો તો તમને જાણ થશે કે એને વાંચીને તો કોઈ વ્યક્તિ આ કરીઅર છોડી દે નહીં. જોકે એ બધાને મેં સકારાત્મક રીતે લઈને પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું. મેં એને લઈને અવાજ ઉઠાવ્યો હતો. હું મારું કામ નહોતી જાણતી, સમયની સાથે હું શીખતી ગઈ. હું મારી જાતને ગંભીરતાથી નથી લેતી, પરંતુ મારા કામને સિરિયસલી લઉં છું. તમે મારી મજાક ઉડાવી શકો છો, પરંતુ મારા કામના આદર્શોની નહીં. મેં મારા વિશે ખૂબ ખરાબ વસ્તુઓ પણ સાંભળી છે. જોકે આ મારા કામનો જ એક ભાગ છે એમ માનીને હું દસ વર્ષ પહેલાં જ શાંત થઈ ગઈ હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here