‘તું જૂઠી મેં મક્કાર’નું બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન

0
271

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર‘ હોળીના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મને ઓપનિંગ ડે પર હોળીના તહેવારનો ફાયદો મળ્યો હતો. આ ફિલ્મે ઓપનિંગ ડે પર કુલ 14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મના બીજા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.

આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી ફેન્સને ગમી રહી છે. આ ફિલ્મે બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મે કુલ 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 25.73 કરોડ રૂપિયા થઇ ગયું છે. ફિલ્મના મેકર્સેને વીકેન્ડ પર સારી કમાણીની આશા છે.

ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ લવ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.