ત્રણ વર્ષ બાદ ભારત આવી રહી છે પ્રિયંકા….

0
315

પ્રિયંકા ચોપડા જોનસ ત્રણ વર્ષ બાદ ભારત આવી રહી છે. તે ઇન્ડિયામાં સંજય લીલા ભણસાલી સાથે નવી ફિલ્મને લઈને મીટિંગ કરવા માટે આવી રહી હોવાની ચર્ચા છે. એને લઈને તેનો ઉમળકો સમાતો નથી. કોરોનાનાં બે વર્ષે લોકોની લાઇફ પર બ્રેક લગાવી દીધી હતી. અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા લૉસ ઍન્જલસમાં સેટલ થઈ ગઈ છે. આ વર્ષે આ બન્ને સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ પણ બની ગયાં છે. તેનું નામ માલતી મૅરી ચોપડા જોનસ રાખવામાં આવ્યું છે. તે પણ તેની મમ્મી પ્રિયંકા સાથે ભારત આવી રહી છે. પેરન્ટ્સ બનવાના ન્યુઝ બન્નેએ સોશ્યલ મીડિયામાં આપ્યા હતા. પ્રિયંકા તેના ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ્સમાં પણ ખૂબ બિઝી છે તો નિક પણ વ્યસ્ત હોય છે. જોકે બન્ને પોતાની પર્સનલ લાઇફને પણ સમય આપીને હૉલિડે પર ઊપડી જાય છે. એના ફોટો પ્રિયંકા સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. હવે ભારત આવવાની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં પ્રિયંકાએ લખ્યું કે ‘ફાઇનલી. ત્રણ વર્ષ બાદ ઘરે જઈ રહી છું.’