દર્શકોની આતુરતાનો અંત, `ધ કપિલ શર્મા શૉ` ફરી હસાવશે

0
802

દર્શકોનો ફેવરિટ શૉ `ધ કપિલ શર્મા શૉ` ફરી તમારા ચહેરા પર ખુશી લાવવા આવી રહ્યો છે. આ શૉ નો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે.ટીવીનો સૌથી લોકપ્રિય શૉ જે પ્રેક્ષકોને હંમેશા હસાવશે. જે રડતા લોકોને પણ હસવાનું શીખવે છે. આપણે વાત કરી રહ્યાં છીએ `ધ કપિલ શર્મા શૉ`, હવે ફરી તમારા ચહેરા ખિલખિલાટ હસી લાવશે. તાજેતરમાં એક પ્રોમો લોન્ચ થયો છે, જેમાં તમામ હાસ્ય કલાકારો કૉમેડિયન ફોર્મમાં એન્ટ્રી લેતા જોવા મળે છે. શૉ ના રિલીઝ થયેલા પ્રોમોમાં કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરન સિંહ, કિકુ શારદા, ચંદન પ્રભાકર, સુદેશ લહરી અને ભારતી સિંહ જોવા મળી રહ્યા છે.
`ધ કપિલ શર્મા શૉ` બંધ થવાને કારણે બધા ચાહકો ખૂબ નિરાશ થયા હતા. આ સાથે જ ફરી એક વખત કપિલ તેની મજબૂત ટીમ સાથે પાછો ફરી રહ્યો છે. ભારતી સિંહે આ વીડિયો શેર કર્યો અને લખ્યું, `અમે ખૂબ જલ્દી પાછા આવીશું.` હવે ચાહકોની આતુરતાનો અંત આવશે.

જો કે આ પ્રોમોમાં સુમોના ચક્રવર્તી જોવા મળી રહી નથી. ફેન્સ ટિપ્પણી કરી રહ્યા છે અને તે શૉ માં છે કે નહી તે જાણવાની કોશિશ કરી રહ્યાં છે. તમને જણાવીએ કે સુમોનાનું પાત્ર ખાસ કરીને ગુલાટી સાથે ખુબ લોકપ્રિય છે. જ્યારે સુમોના અને કપિલના નોકઝોકના પણ ફેન્સ બહુ લોકો છે.મળતી માહિતી પ્રમાણે `ધ કપિલ શર્મા શૉ` 21 ઓગસ્ટે ટેલિકાસ્ટ થશે. આ સંદર્ભે કપિલ શર્મા, કિકુ શારદા, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહની એક મીટિંગ થઈ હતી. ચાલો તમને જણાવી દઈએ કે આ જાણીતો શૉ ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બંધ થયો હતો. આ સમય દરમિયાન કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો તેથી તેમણે બ્રેક લીધો હતો. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી પેરન્ટ હૂડ ટાઈમનો આનંદ માણી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here