દહેગામમાં ધોળા દિવસે વેપારી ઉપર હુમલો કરી લૂંટ ચલાવાઇ

0
184

દહેગામ દહેગામ શહેરમાં ખંડનીના ત્રણ ત્રણ મામલા સામે આવ્યા બાદ શહેરમાં દુકાનોમાં પણ ચોરીની ઘટનાઓ સતત વધી રહી હોવાથી વેપારી આલમમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ બે દિવસ પહેલા જ અંદાજે પોણા ચાર લાખ રૃપિયાની મતાની ચોરી થઈ હતી. આ તસ્કરો હજુ પોલીસ પહોંચ થી દૂર છે ત્યારે આજે શહેરમાં વધુ એક લુટનો મામલો સામે આવતાં વેપારી આલમમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

દહેગામ શહેરમાં મોડાસા રોડ ઉપર અંબિકા ભોજનાલાયની બાજુમાં આવેલ એક હોટલના માલિક જ્યારે ખાટલામાં સૂઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલના માલિક જ્યારે પોતાના ભોજનાલયની અંદર એકલા ખાટલા પર સૂઈ રહ્યા હતા તે સમયે આવી પહોંચેલા અજાણ્યા શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમના ખિસ્સામાં રહેલ અંદાજે રૃપિયા ૪૦ હજાર રોકડા તેમજ મોબાઇલ  લૂંટી અજાણ્યા લૂંટારુ ભાગી છૂટયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આ લૂંટારુ દુકાનનું શટર બંધ કરી ધીધુ હતું. દિનદહાડે દહેગામ શહેરમાં બનેલી લૂંટની ઘટનાથી વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.