દાદી બન્યા બાદ ખુબ ખુશ જોવા મળ્યાં નીતૂ કપૂર….

0
372

કપૂર ખાનદાનની પુત્રવધુ આલિયા ભટ્ટ માતા બનતા મુંબઈની હોસ્પિટલમાં પરિવારના સભ્યોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આલિયા આ સમયે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો છે. આ વચ્ચે નીતૂ કપૂર આલિયાને મળવા પહોંચ્યા હતા. દાદી બન્યા બાદ નીતૂ કપૂરની તસવીરો સામે આવી છે. નીતૂ કપૂર જ્યારે પોતાના ઘર પર પહોંચ્યા તો પેપરાજીએ અભિનેત્રીને દાદી બનવા પર શુભેચ્છા આપી. નીતૂ કપૂરે આભાર વ્યક્ત કરતા બે હાથ જોડી તેનું અભિવાદન કર્યું હતું.આ ખુશીના અવસરે નીતૂ કપૂર પેપરાજીની સામે એક બાદ એક પોઝ આપતા જોવા મળ્યા હતા. બધી તસવીરોમાં નીતૂ કપૂરના ચહેરા પર ખુશી જોવા મળી હતી.