‘દેવરા’ની સેન્સર સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ, 27 સપ્ટેમ્બરે થશે રિલીઝ …

0
56

સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂરની ‘દેવરા’ની તેમનાં ફૅન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. કોરટલા સિવા દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મ પેન ઇન્ડિયા રિલીઝ હશે, જે 27 સપ્ટેમ્બરથી થિએટરમાં જોવા મળશે. તેનું એક ગીત લોંચ થઈ ચૂક્યું છે, જેમાં જાન્હવીના લૂક અને ડાન્સના ખૂબ વખાણ થયા છે.

હવે આ ફિલ્મ અંગે નવી અપડેટ આવી છે કે ‘દેવરા’ની સેન્સરની પ્રક્રિયા મંગળવારે સાંજે પૂરી થઈ ચુકી છે, જેને સેન્સર બોર્ડે યૂએ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મ રિલીઝના બે અઠવાડિયા પહેલાં તેને ક્લિયરન્સ મળી જવાથી ફિલ્મ મેકર્સ માટે વર્લ્ડવાઇડ રિલીઝની પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે. મંગળવારે સાંજે મુંબઈ ખાતે તેનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. જેને ફૅન્સ તરફથી પ્રાથમિક તબક્કામાં ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જેથી મેકર્સને એવી આશા છે કે ‘દેવરા પાર્ટ 1’ને સારું ઓપનિંગ મળી શકશે.