દેશના યુવાનોને આજે અપાશે સરકારી નોકરીના જોઈનિંગ લેટર…

0
249

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ આજે લગભગ 71 હજાર યુવાઓને નિયુક્તિ પત્ર આપશે. 10 લાખ કર્મીઓ માટે ભરતી અભિયાન હેઠળ આ આયોજન થઈ રહ્યું છે. આ અવસરે પીએમ મોદી યુવાઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન પણ કરશે.આ દરમિયાન યુવાઓને જૂનિયર એન્જિનિયરથી લઈને ડોક્ટર સુધીના અનેક પદો પર નિયુક્તિ અપાશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ગુરુવારે જણાવ્યું કે રોજગાર સર્જનને મુખ્ય પ્રાથમિકતા આપવાની પીએમ મોદીની પ્રતિબદ્ધતાને પૂરી કરવાની દિશામાં આ રોજગાર મેળો મહત્વનું ડગલું છે. તે યુવાઓને સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અવસર પ્રદાન કરશે. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત કર્મચારી કર્મયોગી પ્રારંભ મોડ્યુલ અંગે પોતાના અનુભવ પણ શેર કરશે. કર્મયોગી પ્રારંભ મોડ્યુલ વિભિન્ન સરકારી વિભાગોમાં નવનિયુક્ત કર્મીઓ માટે ઓનલાઈન આરંભિક પાઠ્યક્રમ છે. તેમાં સરકારી સેવકો માટે આચાર સંહિતા, કાર્યસ્થળ પર નૈતિકતા, સત્યનિષ્ઠા અને માનવ સંસાધન નીતિઓ સામેલ છે.