દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 18 હજારને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 18,601 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 590 લોકોના મોત થયા છે. જોકે 3252 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમિતો છે, જ્યારે ગોવા કોરોના મુક્ત થઈ ગયું છે. આરોગ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્રમાં 232, મધ્યપ્રદેશમાં 74, ગુજરાતમાં 71, દિલ્હીમા 47, તમિલનાડુમાં 17, તેલંગામામાં 23, આંધ્રપ્રદેશમાં 20, કર્ણાટકરમાં 16, ઉત્તરપ્રદેશમાં 18, પંજાબમાં 16, પશ્ચિમ બંગાળામાં 12, રાજસ્થાનમાં 25, જમ્મુ-કાશ્મીરમાં 5, હરિયાણામાં 3, કેરળમાં 3, ઝારખંડમાં 2, બિહારમાં 2, આસામ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં 1-1 લોકોના મોત થયા છે.