દેશમાં લોકશાહી નહીં, પરંતુ વંશવાદનું રાજકારણ ખતરામાં છે: અમિત શાહ

0
260

યુકેમાં કરેલી ટિપ્પણીના સંદર્ભમાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કરતાં ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કહ્યું હતું કે લોકશાહી નહીં, પરંતુ તમારો પરિવાર અને વંશવાદનું રાજકારણ ખતરામાં છે.
કૌશંબી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરતાં અમિત શાહે કૉન્ગ્રેસ પર ભારતીય લોકશાહીને ત્રણ ‘નાસૂરો’ જાતિવાદ, વંશવાદના રાજકારણ અને તુષ્ટીકરણથી ઘેરવાનો આરોપ મૂક્યો હતો તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણે નાસૂરોને હરાવ્યા એથી તમે ભયભીત થયા છો એવો આક્ષેપ મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે લોકશાહી ખતરામાં છે, પરંતુ લોકશાહી નહીં, તમારો પરિવાર ખતરામાં છે. જે જોખમમાં છે એ ભારત નહીં, પરંતુ તમારો વંશવાદનો વિચાર જોખમમાં છે. ભારતની લોકશાહી નહીં, પરંતુ
તમારા પરિવારની આપખુદશાહી જોખમમાં છે.