ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બૉલીવુડનો ઝગમગાટ

0
141

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના ઍન્યુઅલ ડેનો બે દિવસનો સમારોહ દર વર્ષની જેમ ફિલ્મી સિતારાઓથી ઝગમગી ઊઠ્યો હતો. બૉલીવુડના ઘણા સિતારાઓનાં સંતાનો આ સ્કૂલમાં ભણે છે. આ ઇવેન્ટના ઘણા ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે જેમાં સ્ટેજ પર આરાધ્યા બચ્ચન, અબરામ ખાન અને કરીના કપૂરનો નાનો દીકરો જેહ તથા ઑડિયન્સમાં અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરુખ અને સુહાના ખાન તથા શાહિદ કપૂર અને કરીના કપૂર દેખાય છે. શાહરુખ, ઐશ્વર્યા, અભિષેક ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના ગીત ‘દીવાનગી… દીવાનગી…’ પર ડાન્સ કરતાં પણ દેખાય છે.