‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

0
770

‘એક ઝૂઠી લવસ્ટોરી’ જેવા ઝિંદગી ચૅનલના ઓરિજિનલ શોનું સ્ટ્રીમિંગ કર્યા બાદ ઝીફાઇવ ત્રીજો પાકિસ્તાની શો રિલીઝ કરવાનું છે. પચીસમી જૂને આવનારી ‘ધૂપ કી દીવાર’ નામની વેબ-સિરીઝમાં ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી જોવા મળશે. ‘ધૂપ કી દીવાર’માં વિશાલ નામના ભારતીય યુવક અને સારા નામની પાકિસ્તાની યુવતીની વાર્તા છે. વિશાલ અને સારા યુદ્ધમાં પોતપોતાના પિતાને ખોઈ બેસે છે અને દુઃખ તેમને એકબીજાથી કનેક્ટ કરે છે. શ્રીદેવીની ફિલ્મ ‘મૉમ’માં જોવા મળેલી પાકિસ્તાનની અભિનેત્રી સજલ અલી ‘ધૂપ કી દીવાર’માં સારાના લીડ રોલમાં છે. તો અહદ રઝા મીર વિશાલનો રોલ કરી રહ્યો છે. અહદ અને સજલ રિયલ લાઇફ કપલ પણ છે. ‘ધૂપ કી દીવાર’ના રાઇટર ઉમેરા અહમદ છે જેમણે ફવાદ ખાનનો જાણીતો શો ‘ઝિંદગી ગુલઝાર હૈ’ લખ્યો છે. ઉમેરા અહમદનું કહેવું છે કે ‘તમે કોઈ પણ દેશના હો, કોઈ પણ ધર્મ અપનાવો, પણ દુઃખ એવી વસ્તુ છે જેનો અનુભવ દરેક વ્યક્તિ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here