Home Gandhinagar ધોરણ 12 સાયન્સનું મે મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થશે

ધોરણ 12 સાયન્સનું મે મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થશે

0
837

Matriculate students of the St Thomas School New Delhi celebrate the success of their CBSE tests after the board results for the CBSE Xth was declared on monday. Express Photo by Tashi Tobgyal New Delhi 060519

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવાયા બાદ કોરોનાના કારણે બંધ થયેલી પેપર ચકાસણીની કામગીરી ઝડપભેર શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે ધો.12 સાયન્સનાં પેપરોની તપાસણી પૂર્ણ થવા આવી છે. તે જોતા મે મહિનાના અંત સુધીમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. શિક્ષણ બોર્ડનાં ટોચના સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ધો.12ના પેપરોનું મુલ્યાંકન હવે લગભગ પૂર્ણતાના આરે પહોંચી જવા પામી છે. જેના પગલે આગામી માસનાં અંત સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સમયસર આપી શકાશે.

NO COMMENTS