‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં નવજોત સિંઘ સિદ્ધુની ફરી એન્ટ્રી….

0
68

કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ઓટીટી પર ઘણો લોકપ્રિય થયો છે અને એક પછી એક તેના ઘણા એપિસોડ લોકપ્રિય થઈ રહ્યા છે. ત્યારે હવે તેના નવા એપિસોડના પ્રોમો આવવાના શરૂ થયા છે, આ વીકેન્ડમાં શો પર નવજોત સિંઘ સિદ્ધુની ફરી એક વખત એન્ટ્રી થઈ રહી છે.

આ એપિસોડના પ્રોમોમાં જોવા મળે છે કે નવજોત સિંહ સિદ્ધુ જજની ખુરશી પર બેસી ગયા છે. તેમને જોઈને કપિલ શર્મા મજાક કરે છે કે ફરી એક વખત સુનિલ ગ્રોવર સિદ્ધુ બનીને આવ્યો છે. ત્યારે સિદ્ધુ સ્પષ્ટતા કરે છે કે તે સાચો સિદ્ધુ છે. આટલા વર્ષોથી સિદ્ધુનું સ્થાન લેનાર અર્થના પુરણ સિંઘ મૂંઝવણમાં દેખાય છે અને કપિલને પુછે છે કે શું હવે સિદ્ધુ આ શો તેની પાસેથી લઈ લેશે કે શું.

આ એપિસોડમાં હરભજન સિંઘ અને ગીતા બસરા પણ જોવા મળશે, સાથે જ સુનિલ ગ્રોવર પણ ફરી એક વખત સિદ્ધુના રૂપમાં જોવા મળશે.