ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સંજીવ ખન્નાએ અધિકૃત રીતે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી છે અને તેમના નામને મંજૂરી માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલી દીધુ છે. આ ભલામણથી હવે ન્યાયમૂર્તિ ગવઈ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ બનશે એ નક્કી થઈ ગયું છે. તેમના પિતા આરએસ ગવઈ એક જાણીતા રાજનેતા હતા. જે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના નેતા, સાંસદ અને બિહાર, સિક્કિમ તથા કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. જસ્ટિસ ગવઈ સુપ્રીમ કોર્ટમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયથી નિયુક્ત થનારા પહેલા જજ છે. જે જસ્ટિસ કેજી બાલકૃષ્ણનના 2010માં રિટાયર થયા બાદ આવ્યા. તેઓ બાલકૃષ્ન બાદ બીજા દલિત CJI હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની નિયુક્તિમાં તેમની વરિષ્ઠતા, ઈમાનદારી, યોગ્યતા અને સમુદાયના પ્રતિનિધિત્વને મહત્વ આપ્યું છે.