પરિણીતી અને રાઘવના રોયલ વેડિંગ રાજસ્થાનમાં …

0
292

બઇ. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા જલ્દી જ સાત ફેરા લેવાના છે. બંનેની વેડિંગ ડેટથી લઇને વેન્યૂની ડિટેલ સામે આવી ચુકી છે. 24 સપ્ટેમ્બરે બંને લગ્ન કરવા જઇ રહ્યાં છે, તેવામાં હવે લગ્નના ફંક્શન શરૂ થઇ ગયા છે. દિલ્હીમાં અરદાસ બાદ કપલે ફેમિલી અને મિત્રો માટે સૂફી નાઇટનું આયોજન કર્યુ જેમાં ઘણા લોકો પહોંચ્યા હતાં. આ સૂફી નાઇટના ફોટો અને વીડિયોઝ સતત સામે આવી રહ્યાં છે.

તાજેતરમાં જ પરિણીતી અને રાઘવના રોયલ વેડિંગનું કાર્ડ વાયરલ થયું હતું. બંને રાજસ્થાનમાં સાત ફેરા લેશે. તેની પહેલા દિલ્હીમાં અરદાસ સાથે તેમના લગ્નના ફંક્શન શરૂ થયા. તેવામાં 20 સપ્ટેમ્બરે રાઘવના નવી દિલ્હી સ્થિત આવાસ પર દુલ્હા-દુલ્હને પોતાના નજીકના મિત્રો અને પરિવાર માટે એક સૂફી નાઇટનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા જોનાસ ભલે જોવા ન મળી પરંતુ તેની મા મધુ ચોપરા અને ભાઇ સિદ્ધાર્થે સૂફી નાઇટમાં હાજરી આપી હતી.