પહેલીવાર એક સાથે દેખાશે શહેનશાહ અને બાહુબલી!

0
619

અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ ગયા વર્ષથી શરૂ થઈ ગયું છે. ત્યારે તાજેતરમાં બિગ બી અને પ્રભાસે સાથે શૂટિંગ કર્યું છે. બોલીવુડ એટલેકે, હિન્દી સિનેમા અને સાઉથનું સિનેજગત હવે ધીરે ધીરે એકબીજામાં ભળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એ જ કારણ છેકે, એક બાદ એક સાઉથના કલાકારોને સાથે રાખીને હવે બોલીવુડની ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પ્રભાસની બાહુબલી અને બાહુબલી-2 બાદ એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ છે.

જેને કારણે રિજનલ સિનેમા માટે બોલીવુડને દરવાજા ખોલવા પડ્યાં છે. ત્યારે લોકડાઉનના સમયમાં એટલેકે, કોરોના કાળમાં આવેલી સાઉથની ફિલ્મ પુષ્પાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. એમાં અલ્લુ અર્જુને ગજ્જબનો અભિનય કર્યો છે. ફિલ્મના ગીતો અને એક્ટરની સ્ટાઈલને દુનિયાભરમાં લોકો કોપી કરી રહ્યાં છે. આ સફળતા જોયા બાદ બાહુબલીના ડાયરેક્ટર એસ.રાજા મૌલીની બોલીવુડ સાથે મળીને બની રહેલી ફિલ્મ આરઆરઆર જોવા પણ દર્શકો આતુર છે. ત્યારે આ દરમિયાન બોલીવુડના શહેનશાહ અને સાઉથના બાહુબલીએ પણ એક સાથે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અને આ જોડીને સ્ક્રીન પર જોવા દર્શકો આતુર છે.

મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર પ્રભાસે પહેલીવાર વૈજયંતી મૂવીઝની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે સાથે શૂટિંગ શરૂ કર્યું. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે, જેઓ તેમની તમિલ ફિલ્મ ‘મહનતી’ માટે પ્રસિદ્ધિ મળી હતી. હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીની પ્રોડક્શન ટીમે આખી નવી દુનિયા જ બનાવી છે. ફિલ્મના હાઈ લેવલના નિર્માણને જોઈને અનુમાન લગાવી શકાય છે કે દર્શકોને એક શાનદાર ફિલ્મ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here