પીએમ આવાસમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો…

0
133

આ વાછરડા સાથેનો વીડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોમાં વડાપ્રધાન વાછરડા સાથે એવી રીતે રમી રહ્યા છે જેમ એક માતા પોતાના બાળક સાથે રમે છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાણીઓ સાથે પણ વિશેષ લગાવ છે. પીએમ મોદી પોતાના સરકારી આવાસમાં ગૌ સેવા પણ કરે છે. પીએમ હાઉસમાં ઘણી ગાયો પણ રહે છે. તેમાંથી એક ગાયે વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડા સાથેનો વીડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

પીએમ મોદીનો આ વીડિયો જોત-જોતામાં વાયરલ થઇ ગયો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરવા લાગ્યા છે. વીડિયોમાં વડાપ્રધાન વાછરડા સાથે એવી રીતે રમી રહ્યા છે જેમ એક માતા પોતાના બાળક સાથે રમે છે.