પીએમ મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરી આપી શ્રદ્ધાંજલિ

0
711

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન બાદ તેમના અંતિમ દર્શન માટે રાજકીય હસ્તીઓ પહોંચી રહી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી લખનઉ પહોંચ્યા અને કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, આપણા બધા માટે અપૂરણીય ક્ષતિ છે. કલ્યાણ સિંહજીના માતા-પિતાએ જે નામ આપ્યું હતું તેમણે તે નામને સાર્થક કર્યું. તે જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમણે કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. બીજેપી, જનસંઘ આખા પરિવારને એક વિચાર માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ કરવામાં તેમને મુખ્ય ભૂમિકા નિભાવી તથા આવનારી પેઢીઓ આ માટે તેમની આભારી રહેશે. તેમણે કલ્યાણ સિંહના પૂત્ર રાજવીર સિંહ સાથે વાત કરી અને સંવેદના પ્રગટ કરી હતી.

વડાપ્રધાન મોદી કલ્યાણસિંહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી તે સમયે વડાપ્રધાનની સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉતરપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહ્યા હતા.

કલ્યાણ સિંહનો જન્મ પાંચ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ થયો હતો. ૧૯૬૭માં તેઓ પહેલી વખત યુપી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જૂન ૧૯૯૧માં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં વિજય હાંસલ થયો હતો અને કલ્યાણ સિંહ પહેલી વખત યુપીના સીએમ બન્યા હતા. છ ડિસેમ્બર ૧૯૯૨નો દિવસ તેમના માટે યાદગાર રહ્યો હતો. બાબરીનો વિવાદિત ઢાંચો તુટ્યાં બાદ તેમણે નૈતિકતાના ધોરણે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. કલ્યાણ સિંહે રાજીનામું આપતા કહ્યું હતું કે મારી સરકાર રામ મંદિરના નામે બની હતી અને મારો હેતુ પૂર્ણ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here