પીએમ મોદીએ ક્રિસમસનું સ્પેશ્યલ સેલિબ્રેશન કર્યું

0
320

પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક ક્રિસમસ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે પવિત્ર બાઇબલમાં કહેવાયું છે કે આપણે જીવનમાં બીજાની સેવા કરવી જોઈએ. ગરીબ અને વંચિતોની સેવામાં ખ્રિસ્તી સમુદાય સૌથી આગળ રહ્યો છે. દેશ પ્રત્યે તમારા યોગદાનને ભારત ગર્વથી સ્વીકારે છે. સરકાર સુનિશ્ચિત કરે છે કે વિકાસ બધા લોકો સુધી પહોંચશે. ખ્રિસ્તીઓ સાથે જૂના, આત્મીય અને મધુર સંબંધ છે. ખ્રિસ્તી સમુદાયે સ્વતંત્રતા આંદોલનમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે એવું પણ કહ્યું કે ખ્રિસ્તી સમુદાયે સમાજને દિશા આપવામાં નિરંતર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આજે સમગ્ર ભારતમાં ખ્રિસ્તી સમુદાયનું મોટું યોગદાન છે. ૨૦૨૧માં પોપ ફ્રાન્સિસને મળવાની તક મળી એ ખરેખર મારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ હતી. જ્યાં વિશ્વ એક સારી જગ્યા, સામાજિક સમરસતા, વૈશ્વિક ભાઈચારો, આબોહવા પરિવર્તન અને સર્વસમાવેશક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે ખ્રિસ્તીઓ સાથે મારો જૂનો સંબંધ છે. ગુજરાતમાં હું જ્યાં મણિનગરથી ચૂંટણી લડતો હતો ત્યાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી છે.