દિલ્હી હાઈકોર્ટે પહેલાં જ ચિદમ્બરમને અંતરિમ જામીન આપવાની મનાઈ કરી છે. આ નિર્ણયને પી. ચિદમ્બરમના વકીલ સર્વોચ્ચ અદાલતમાં લઈને જશે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે જામીનને લઈને સુનાવણી હોવાના કારણે પત્ની નલિની અને તેમનો દીકરો કાર્તિક પણ હાલમાં કોર્ટ પહોંચી ચૂક્યા છે.
કોંગ્રેસના નેતા અને દેશના નાણા તથા ગૃહમંત્રી રહી ચૂકેલા પી. ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને નાણાંની હેરાફેરીના 6 મોટા કેસ થયેલા છે. આ તમામ કેસો નીચલી કે ઉપલી અદાલતોમાં પડતર છે. તમામમાં સીબીઆઇ, ઇડી, આઇટી ચિદમ્બરમની પૂછપરછ કરી રહી છે કે તેમને સમન્સ પાઠવી ચૂકી છે.