પુલકિત અને ક્રિતીએ કરી સગાઈ….

0
255

પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદાએ સગાઈ કરી હોવાની વાતો ચાલી રહી છે. તેઓ તેમની રિલેશિપને લઈને સીક્રેટ નથી રહ્યાં, પરંતુ એ વિશે વધુ વાત કરવાનું પણ ટાળ્યું હતું. હાલમાં જ પુલકિતે તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં ક્રિતી અને પુલકિત રિન્ગ સાથે જોવા મળી રહ્યાં છે અને એથી તેમણે સગાઈ કરી લીધી હોવાની ચર્ચા છે. ક્રિતીએ રૉયલ બ્લુ અનારકલી ડ્રેસ અને પીચ કલરનો દુપટ્ટો પહેર્યો હતો. પુલકિતે વાઇટ કુરતો પહેર્યો હતો. તેઓ ટ્રેડિશનલ લુકમાં હોવાથી સગાઈ કરી હોવાની ચર્ચા છે.