ફરહાન અખ્તરે મિલ્ખા સિંહના નિધન પર લખી ભાવુક પોસ્ટ

0
735

ભારતના મહાન એથ્લેટ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર રાજકીય નેતાએ અને બૉલિવૂડ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર મિલ્ખા સિંહ સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે, સૌથી પ્રેમાળ મિલ્ખા જી, મારો એક હિસ્સો હજી પણ માનવા તૈયાર નથી કે તમે આ દૂનિયા છોડીને જતા રહ્યાં છો. આ એ જ જીદ્દી હિસ્સો છે જે મે તમારી પાસેથી લીધો છે.. એ હિસ્સો જે કોઈ વસ્તુને મેળવવાનું નક્કી કરી લે તો તેને મેળવ્યા વગર હાર ન માને. સાચુ તો એ છે તમે હંમેશા જીવંત રહેશો. કારણ કે તમે મોટા મનવાળા માણસ કરતાં વધારે પ્રેમ આપવાવાળા અને જમીન સાથે જોડાયેલ રહેતા માણસ હતાં.

અભિનેતાએ વધુમાં ઉમેર્યુ કે તમે એક વિચારનું અને સપનાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તમારા શબ્દોમાં કહીએ તો કેવી રીતે મહેનત, સત્યતા અને દ્રઢ નિશ્ચયથી એક વ્યકિત પોતાના ઘુંટણથી ઉપર ઉઠીને આકાશ સુધી પહોંચી શકે છે. તમે અમારા બધાની જિંદગીને સ્પર્શ કરી છે. એ લોકો જે તમને એક પિતા અને દોસ્ત સમાન માનતા હતા, તેમના માટે આ એક આશિર્વાદ હતો અને જે લોકો તમને નહોતા ઓળખતા તેમના માટે એક પ્રેરણા અને સફળતામાં વિન્રમતાનું ઉદાહરણ હતા. હું તમને ખુબ પ્રેમ કરુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here