ફાઈનલ મેચ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટને કરાવ્યું ફોટોશૂટ

0
287

IPL 2024ની ફાઈનલ મેચના એક દિવસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનોએ ફોટોશૂટ કરાવ્યું હતું. શ્રેયસ અય્યર અને પેટ કમિન્સ બંનેએ IPL ટ્રોફી સાથે ચોપાટી પર બોટમાં અને રસ્તા પર રિક્ષા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરો IPLના X એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે IPL 2024 ફાઈનલ મેચની પૂર્વ સંધ્યાએ કોલકાતા અને હૈદરાબાદની ટીમના કેપ્ટનોએ ફોટોશૂટ કરાવ્યું હતું.કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે IPL ટ્રોફી સાથે ચોપાટી પર ફોટોશૂટ કરાવ્યું હતું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતીકાલે એટલે કે 26 મે રવિવારે સાંજે 7:30 વાગ્યે KKR અને SRH વચ્ચે IPL 2024ની ટ્રોફી જીતવા માટે ફાઈનલ જંગ જામશે.