ફિલ્મ છેલ્લો શૉ ઑસ્કરમાં આ કેટેગરીમાં થઈ સિલેક્ટ

0
352

ભારતીય સિનેમા માટે ખૂબ જ ગર્વની વાત છે કે ઓસ્કાર માટે આ વર્ષે બે ફિલ્મો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. પાન નલિન ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (The Last Film Show)ને સ્થાન મળ્યું છે. ફિલ્મને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ’ કેટેગરીમાં શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે. સાથે જ એસએસ રાજામૌલીની `RRR` પણ ઑસ્કર માટે પસંદગી પામી છે. રાજામૌલીએ પોતાની ફિલ્મને ઑસ્કરમાં `બેસ્ટ ફીચર ફિલ્મ` કેટેગરીમાં નોમિનેશન માટે મોકલી હતી, પરંતુ તે પછી પસંદગી પામી ન હતી. બાદમાં નિર્માતાઓએ ફિલ્મને 14 કેટેગરીમાં નોમિનેશન માટે સબમિટ કરી હતી.