ફોર્બ્સ એશિયા દ્વારા જાહેર કરાયેલા ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ ક્રમે

0
216

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ફોર્બ્સ એશિયા દ્વારા જાહેર કરાયેલા ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ ક્રમે છે. બીજા સ્થાને ગૌતમ અદાણી અને પરિવાર છે અને ત્રીજા સ્થાને HCLના સ્થાપક અને માનદ અધ્યક્ષ શિવ નાદર છે. ચાલો જોઈએ કે ટોપ 10માં કોનો કોનો સમાવેશ થાય છે.મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 92 અબજ ડૉલર હોવાનું કહેવાય છે, જે ભારતીય ચલણમાં રૂ. 7.65 લાખ કરોડથી વધુ છે.અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અને પરિવાર બીજા ક્રમે છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં પ્રથમ ક્રમે હતા. હવે તેમની કુલ સંપત્તિ 68 અબજ ડોલર છે.ત્રીજા સ્થાને HCLના સ્થાપક અને માનદ અધ્યક્ષ શિવ નાદર છે. તેમની કુલ નેટવર્થ $29.3 બિલિયન છે. આ વર્ષે તેઓ 2 સ્થાન ઉપર ચઢ્યા છે. શિવ નાદરે વર્ષ 1976માં HCL ગ્રુપની સ્થાપના કરી હતી. HCL સ્વદેશી કોમ્પ્યુટર બનાવનારી ભારતની પ્રથમ કંપની છે.