નાના ચિલોડાનો ફરસાણનો વેપારી કોરોનાની ઝપટમાં આવ્યો હોવાથી રેડ ઝોનમાં મુકવામાં આવ્યું હોવા છતાં ચાર એકમો ચાલુ રહ્યા હતા. એકમોમાં કામ કરતા મજુરો બાળકો હતા. ઉપરાંત સામાજિક અંતર પણ જળવાતું ન હતું તેમજ મજુરોએ માસ્ક પણ પહેર્યા નહી હોવાથી મજુર દીઠ રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 10000નો દંડ વસુલાયો હતો. કોરોનાનો કેસ નોંધાય એટલે તે વિસ્તારને રેડ ઝોનમાં મુકીને આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે.
જિલ્લાના નાના ચિલોડા વિસ્તારમાં બિનજરૂરી ચીજોના ઉત્પાદન એકમો ચાલુ હતા. આ એકમોની જિલ્લા સર્વેલન્સ અધિકારી ડો. યોગીતા તુલસીયને નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જી.કામલીયા દ્વારા સંયુક્ત આકસ્મિક મુલાકાત લીધી હતી. સ્થાનિક વિસ્તારના ચાર એકમોની મુલાકાતમાં લેતા તેમાંથી ઘણાં એકમોમાં કામ કરતા કામદારોમાં બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. ચાર એકમોના કામદારોએ માસ્ક પણ પહેર્યો ન હતો. ઉપરાંત કામ કરતા કામદારો વચ્ચે સામાજિક અંતર પણ જળવાયું નહી હોવાથી એક કામદાર દીઠ રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 10000નો દંડ વસુલવામાં આવ્યો હતો. ઉપરાંત નાના ચિલોડાના ક્રિષ્ના બંગ્લોઝની મુલાકાત લેતા ફરસાણના વેપારીની આસપાસમાં રહેતા પડોશીઓને ક્વોરન્ટીન કર્યા હોવાનું જિલ્લા સર્વેલન્સ અધિકારીએ જણાવ્યું છે.