બિપિન રાવત : દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ

0
1223

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ યાને સીડીએસનું કામ લશ્કરની ત્રણેય પાંખ નૌસેના, વાયુસેના અને ભૂમિદળના કામકાજમાં તાલમેલ રાખવાનું અને દેશની સૈન્યશક્તિ મજબૂત કરવાનું છે. સરકારી આદેશ મુજબ સીડીએસ તરીકે બિપિન રાવતની નિયુક્તિ 31 ડિસેમ્બર 2019થી શરૂ થાય છે. જનરલ રાવત 3 વર્ષ અગાઉ સેના પ્રમુખ બન્યા હતા. સેનાપ્રમુખ બનતા અગાઉ તેમણે પાકિસ્તાન સરહદે, ચીન સરહદે અને પૂર્વોત્તર ભારતમાં સરદહે જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. નિવૃત્તિવય 65 કરવામાં આવ્યા પછી બિપિન રાવત આગામી ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર 2022 સુધી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ રહેશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે એવી અનેક બાબતો છે જે તેઓ કરી શકશે અને એ સાથે એવી મર્યાદાઓ પણ છે જે તેઓ નહીં ઓળંગી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here