‘બુલબુલ’નો ફર્સ્ટ લુક રિલીઝ, 24 જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

0
826

અનુષ્કાએ ટીઝર શેર કરી લખ્યું કે, આ રહ્યો બુલબુલનો ફર્સ્ટ લુક, પ્રેમ અને મિસ્ટરીથી વણાયેલ સેલ્ફ ડિસ્કવરી, જસ્ટિસની સ્ટોરી. નેટફ્લિક્સ પર જલ્દી આવી રહી છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ બનેલ આ ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તિ ડિમરી અને રાહુલ બોસ લીડ રોલમાં છે.

‘બુલબુલ’ ફિલ્મ સત્યા અને તેના ભાઈની બાળવધૂ બુલબુલની સ્ટોરી છે. સત્યાને ઇંગ્લેન્ડની સ્કૂલમાં મોકલવામાં આવે છે, જ્યારે એ પરત ફરે છે ત્યારે બુલબુલને તેના ભાઈએ તરછોડી દીધી હતી અને ત્યારબાદ તે ગામડાંના લોકોની મદદ કરે છે. આ ગામડું એક રહસ્યમય સ્ત્રીને કારણે ભૂતીયું હોય છે અને સત્યા સત્યની શોધ કરે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 24 જૂને રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here