બેંગલુરુથી દિલ્હી પરત ફરી રહેલાં સોનિયા-રાહુલના પ્લેનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

0
196

વિપક્ષી એકતાની બીજી મોટી બેઠક આજે બેંગલુરુ માં યોજાઈ હતી. આ બેઠકમાં 26 વિરોધી પક્ષોએ ભાગ લીધો હતો. બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધી  અને સોનિયા ગાંધી વિમાન દ્વારા દિલ્હી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. આ પછી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટ ભોપાલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.આ સમયે ભોપાલમાં હવામાન પણ ખરાબ છે, તેથી બંને નેતાઓ ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જમાં હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, હવે તે ઈન્ડિગોની સામાન્ય ફ્લાઈટમાં 9:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.