બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી….

0
123

બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા આપ્ટેના ઘરે જલ્દી સારા સમાચાર આવવાના છે. લગ્નના 12 વર્ષ બાદ રાધિકા માતા બનવા જઈ રહી છે. તેણે તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. રાધિકાની આ તસવીરો જોઈને ફેન્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. રાધિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.રાધિકા આપ્ટે રેડ કાર્પેટ પર ઓફ-શોલ્ડર ડિઝાઇન સાથે બ્લેક બોડીકોન ડ્રેસમાં સુંદર લાગે છે. જો કે, તેના લુક્સ નહીં પરંતુ રાધિકાના બેબી બમ્પે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધી રાધિકા આપ્ટેની પ્રેગ્નન્સીને લઈને કોઈ સમાચાર સામે આવ્યા ન હતા તેમજ અભિનેત્રીએ આ અંગે કોઈ માહિતી શેર કરી નથી. પણ તેણે પોતાની ફિલ્મના પ્રીમિયરમાં પોતાનો બેબી બમ્પ બતાવીને ચાહકોને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. હવે ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે.