બોલીવુડની બોલ્ડ અભિનેત્રી ‘પાયલ ઘોષ’ સાથે ઈગલ ન્યૂઝ’ની મુલાકાત : આગામી ફિલ્મો ‘શક ધ  ડાઉટ’, ‘બાર્બી ધ મર્ડરર’ ટૂંક સમયમાં રિલીઝ થશે

0
335

બૉલીવુડની બોલ્ડ અભિનેત્રી પાયલ ઘોષે ઈગલ ન્યૂઝ સાથે વાતચીતમાં  પોતાના વિષે વિસ્તારથી વાતો કરી હતી. પાયલ ઘોષના  જણાવ્યાનુસાર 11 વર્ષથી બોલીવુડમાં હોવા સાથે તેની અથાગ મેહનત અને બૉલીવુડ દ્વારા મળેલા સહકાર થી આ સ્તર પ્રાપ્ત કર્યું છે . પાયલ  ઘોષની  આગામી ફિલ્મો ‘શક ધ  ડાઉટ’, ‘બાર્બી ધ મર્ડરર’ ટૂંક સમયમાં રિલીઝ થશે. કલકત્તા થી મુંબઈ સુધીની સફરમાં પોતે પોતાની એક આગવી ઓળખ ચાહકોમાં બની રહે તે માટે ખુબ વિચારીને ફિલ્મ રોલ પસંદ કરે છે.   અભિનેત્રી પાયલ ઘોષ અને કોમેડિયન કૃષ્ણા અભિષેક ‘રેડ’ નામની સ્લીક અને તીવ્ર રોમાંચક ફિલ્મ 2021 માં રિલીઝ થયેલ છે.  અશોક ત્યાગી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં શક્તિ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. પાયલ આ થ્રિલર ફ્લિકમાં વિવિધ પાત્ર ભજવ્યા છે શે જે બહુવિધ સમયની ફ્રેમને વટાવી જશે. વાર્તા એક કોલેજ ગર્લની આસપાસ ફરે છે, જે ઘોષ દ્વારા ભજવવામાં આવે છે, જે પછી ગૃહિણી અને પછી એસ્કોર્ટ બની જાય છે. પાત્રમાં એક નોંધપાત્ર નાટકીય ચાપ છે જેણે એક અભિનેતા તરીકે ઘોષની શ્રેણીને પડકારી છે. સૂત્રોના જણાવ્યાનુસાર , “પાયલે તેના પાત્રની તૈયારી દરમિયાન કોઈ કસર છોડી નથી અને તેણે દરેક ભાગને બીજા કરતા તદ્દન અલગ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.”

જ્યારે પાયલે ‘પટેલ કી પંજાબી શાદી’  જેવી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે. તેણીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી દ્વારા ભારત રત્ન એપીજે અબ્દુલ કલામ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

14 નવેમ્બરના રોજ પાયલ ઘોષનો જન્મ દિવસ હોય છે. અવારનવાર ગુજરાતમાં સુરત,અમદાવાદ આવવા સાથે ખુબ જલ્દી ગાંધીનગર ખાતે  મુલાકાત માટે આમંત્રણ સ્વીકાર્યું હતું. ગુજરાતના ચાહકો માટે સંદેશ આપતા જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતી લોકો ખુબ ગમે છે,  પોતાની પ્રથમ ફિલ્મ ‘પટેલ કી પંજાબી શાદી’ થી પોતાની કેરિયર શરૂ કરી છે. જે એક ગુજરાતી કહાની આધારિત ફિલ્મ હતી. વધુમાં પાયલ ઘોષે જણાવ્યું હતું કે માધુરી દીક્ષિત અને શાહ રૂખ ખાન તેના ફેવરિટ છે.વાંચનનો શોખ ધરાવતી પાયલ ઘોષને આગામી ફિલ્મો માટે ઈગલ ન્યૂઝ શુભેચ્છા પાઠવે છે.

https://www.instagram.com/reel/CeZPGd1BVj4/?igshid=YmMyMTA2M2Y=