દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ભાજપને મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવાનો પડકાર આપ્યો છે. એટલું જ નહીં તેમણે જણાવ્યું છે કે, જો ભાજપ મુખ્યમંત્રી ઉમેદવારનું નામ જાહેર કરે છે તો તેઓ ચર્ચા કરવા માટે તૈયાર છે. પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, હું ભાજપને બુધવાર બપોરના એક વાગ્યા સુધી પોતાનો મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવાનો પડકાર આપું છું. જો ભાજપ પોતાનો સીએમ ઉમેદવાર જાહેર કરે છો તો હું તેની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું. ભાજપને સીએમ ઉમેદવાર માટે પડકાર આપવાનું કારણ કેજરીવાલને 2015ના ચૂંટણીમાં મળેલી સફળતા છે. 2015ના વિધાનસભા ચૂંટણીના 20 દિવસ પહેલા ભાજપે કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ કિરણ બેદી પોતે જ કૃષ્ણા નગરથી ચૂંટણી હારી ગયા હતા.