ભારતના સ્વર્ગ શ્રીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ દિવસની ઉજવણી

0
131

આજે દુનિયાભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ આંતરાષ્ટ્રીય યોગ દિવસની 10મી ઉજવણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં આવેલા જાણિતા દાલ લેકથી કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ‘હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું ત્યાં વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે. જેને પણ તક મળે છે તે યોગની ચર્ચા કરવા લાગે છે. વિશ્વભરમાંથી લોકો ઓથેંટિક યોગ શીખવા માટે ભારતમાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ વધ્યું છે.આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “શ્રીનગરમાં આપણે યોગથી જે ઉર્જા મેળવીએ છીએ તે અનુભવી શકીએ છીએ. હું દેશના લોકોને અને વિશ્વના દરેક ખૂણામાં યોગ કરી રહેલા લોકોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે. 2014માં મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના આ પ્રસ્તાવને 177 દેશોએ સમર્થન આપ્યું હતું અને આ પોતાનામાં એક રેકોર્ડ હતો. ત્યારથી, યોગ દિવસ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.