ભારતમાં કોરોનાના 3,805 નવા કેસ 22ના મૃત્યુ નોંધાયા

0
497

દેશમાં કોરોના વાયરસના નવા ૩,૮૦૫ કેસો નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૨૦,૩૭૩ થઈ છે. જ્યારે કુલ કેસો વધીને ૪,૩૦,૯૮,૭૪૩ થયા છે. આ માહિતી આપતા કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આજે સવારે ૮ વાગે પ્રાપ્ત થયેલા અહેવાલો પ્રમાણે આ રોગને લીધે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ મૃત્યુ થયા છે. તેમાં ૨૦ મૃત્યુ કેરળમાં જ નોંધાયા છે. આ સાથે કોરોનાને લીધે પહોચેલો મૃત્યુઆંક વધીને ૫,૨૪,૦૨૪ થયો છે. એક્ટિવ કેસ હવે ઘટીને કુલ સંક્રમિતતા ૦.૦૫ ટકા થયા છે. જ્યારે સાજા થયેલાની ટકાવારી ૯૮.૭૪ પહોંચી છે. રોજિંદો પોઝીટીવીટી આંક ૦.૭૦% નોંધાયો છે જ્યારે આ સાપ્તાહિક આંક ૦.૭૯% થયો છે. તેમ આરોગ્ય મંત્રાલય જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here