Home Hot News ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 206 પર પહોંચ્યો

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 206 પર પહોંચ્યો

0
1296

કોરોના વાયરસના વધતા કહેરના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. ભારત સમેત દુનિયાભરમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 203 સુધી પહોંચી ગઇ છે. લખનઉમાં શુક્રવારે કોરોનાના ચાર નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો મહારાષ્ટ્રમાં તેના ત્રણ નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 5 લોકોની મોત થઇ છે. છેલ્લી મોત જયપુરમાં ઇટલીથી આવેલી 69 વર્ષીય મહિલાની છે. જેણે ફોર્ટિસ હોસ્પિટલમાં દમ તોડ્યો છે.

કોરોનાના વધતા પ્રકોપને દેખતા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળાની અપીલ કરી છે.

NO COMMENTS