ભારતે કૅનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસિસ ફરી શરૂ કરી..

0
192

ભારતે કૅનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસિસ ગઈ કાલે ફરી શરૂ કરી હતી. સપ્ટેમ્બરની શરૂઆતમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ખૂબ જ વધી ગયા બાદ ભારતે કૅનેડામાં એની વિઝા સર્વિસને બંધ કરી હતી. દિલ્હીમાં G20ની મીટિંગ દરમ્યાન ભારત અને કૅનેડાના વડા પ્રધાનોની વચ્ચે ખાલિસ્તાનના મુદ્દે વાતચીતમાં ખૂબ જ મતભેદો થયા હતા. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં ૧૮ જૂને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સંડોવણી હોવાનો આરોપ મૂકતાં જ બન્ને દેશો વચ્ચે તણાવની શરૂઆત થઈ હતી. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા, જેના દિવસો પછી ભારતે કૅનેડિયન નાગરિકો માટે વિઝા ઇશ્યુ કરવાનું ટેમ્પરરી બંધ કર્યું હતું.