ભારતે બાંગ્લાદેશને મેચમાં હરાવ્યું…

0
192

ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં સતત બીજી જીત મેળવી છે. ટીમે શનિવારે બાંગ્લાદેશને વરસાદથી પ્રભાવિત મેચમાં 18 રનથી હરાવ્યું. બુલાવાયોમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

ભારત પ્રથમ બેટિંગ કરતા 48.4 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમે બાંગ્લાદેશને 49 ઓવરમાં 239 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વરસાદના કારણે રિવાઇઝ કરીને 29 ઓવરમાં 165 રન કરી દેવામાં આવ્યો હતો.

અંતે બાંગ્લાદેશની ટીમ 28.3 ઓવરમાં 146 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ માટે વિહાન મલ્હોત્રાએ 4 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ તરફથી અભિજ્ઞાન કુંડુ (80 રન) અને વૈભવ સૂર્યવંશી (72 રન)એ ફિફ્ટી ફટકારી હતી.