ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓએ જણાવી ઈરાનની સ્થિતિ….

0
327

ભારત સરકાર દ્વારા 110 ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી બહાર કાઢવામાં આવ્યા હતા અને જેને પહેલા આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી, આ વિદ્યાર્થીઓ ગુરુવારે સવારે દિલ્હીના IGI એરપોર્ટ પહોંચ્યા હતા. દિલ્હી પહોંચ્યા પછી બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું, કે ભારત સરકારે તેમને ટેકો આપ્યો, તેથી આજે તેઓ તેમના ઘરે પાછા ફરવામાં સફળ રહ્યા છે. ઈરાનથી આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ઈરાનની રાજધાની તેહરાનમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે.કાશ્મીરના એક વિદ્યાર્થી જે ઉર્મિયા યુનિવર્સિટીમાં MBBSનો વિદ્યાર્થી હતો, તેણે ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે, અમે ડ્રોન અને મિસાઈલો જોયા હતા. મિસાઈલો જોઈને અમે ડરી ગયા હતા. તેણે કહ્યું કે, અમે ભારત પાછા ફરવા માટે ખુશ છીએ અને ભારત સરકાર, ખાસ કરીને વિદેશ મંત્રાલયના ખૂબ આભારી છીએ. અમારા માતા-પિતા પણ ચિંતિત હતા, પરંતુ હવે તેઓ ખુશ છે. બીજા એક વિદ્યાર્થીએ કહ્યું કે, મને ખુશી છે કે હું મારા દેશમાં પાછો ફર્યો છું. તેણે કહ્યું કે, જોકે ઉર્મિયામાં પરિસ્થિતિ હજુ પણ સારી છે. પરંતુ ઈરાનના અન્ય સ્થળોએ પરિસ્થિતિ ખરાબ હતી. ભારત સરકારનો આભાર વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, ભારત સરકારે અમને ખૂબ મદદ કરી, તેથી જ અમે ઘરે પાછા ફર્યા છીએ.