ભારત પાકિસ્તાન મેચ જોવા સેંકડો ગુજરાતી પહોંચ્યા અમેરિકા

0
330

20-20 વર્લ્ડ કપમાં રવિવારે છે ભારત પાકિસ્તાનની મેચ ત્યારે ભારત પાકિસ્તાન મેચ નો જબરજસ્ત ક્રેઝ અમેરિકામાં જોવા મળ્યો છે. સેકડોની સંખ્યામાં ગુજ્જુઓ અમેરિકા પહોંચ્યા છે. આ વખતે સમર વેકેશનનું ડેસ્ટિનેશન અમેરિકા બન્યું છે મૂળ કારણ વર્લ્ડ કપ ક્રેઝ છે. ફરવાની સાથે ક્રિકેટની પણ મજા માણવા ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા છે અને તેના માટે તેમણે છ મહિના અગાઉથી વિઝાની ફોર્માલિટી પૂરી કરી લીધી હતી. અને હવે રવિવારે મોટી સંખ્યામાં અમેરિકા પહોંચેલા ગુજરાતીઓ ભારત પાકિસ્તાન મેચ ની મજા માણવાના છે અને ત્યારબાદ અમેરિકા ની ટુર પણ માણશે.