ભૂતનાથ આવી રહ્યા છે ત્રીજી વાર

0
75

‘ભૂતનાથ રિટર્ન્સ’ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી અને હવે એના એક દસક પછી આ સુપરનૅચરલ કૉમેડીનો ત્રીજો ભાગ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. ‘ભૂતનાથ’ ૨૦૦૮માં આવી હતી. આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન ફ્રેન્ડ્લી ભૂતના પાત્રમાં જોવા મળે છે. હવે ત્રીજા ભાગની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થયું છે. ‘ભૂતનાથ’ના બન્ને ભાગમાં શાહરુખ ખાને નાનો છતાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો, એટલે પ્રોડ્યુસરોને આશા છે કે તે ત્રીજા ભાગમાં પણ કામ કરશે.