મનપા દ્વારા યોજાયેલ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા અંગેની બેઠક…

0
233

ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂઆત થઇ ચુકી છે ત્યારે કુદરતી આપત્તિને પહોંચી વળવા ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયર શ્રીમતી મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોનસુનની કામગીરીની સમીક્ષા અંગેની મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

સદર મીટીંગમાં પ્રિ-મોન્સૂનની કામગીરીને લઇને ગાંધીનગર મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા પ્રિ-મોન્સૂનની તૈયારી બાબતનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ જેમાં તમામ શાખાધિકારીશ્રીઓ દ્વારા અત્યાર સુધી તેમનાં દ્વરા થયેલ કામગીરીને દર્શાવવામાં આવેલ અને સદર કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી અને સદર બાબતે માન. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઇ વ્યાસ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

સદર મીટીંગમાં માન.ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર, માન. દંડક શ્રીમતી સેજલબેન પરમાર, માન. શાસક પક્ષના નેતાશ્રી અનિલસિંહ વાધેલા, માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.એન.વાધેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.એમ.ભોરણીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી કે.જી.ચૌધરી તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે આ બેઠકમાં ચોમાસાની ઋતુ દરમિયાન થનાર કુદરતી આફતોને પહોંચી વળવા માટેની ચર્ચા કરવામાં આવી.