મનપા હદ વિસ્તરણમાં નવા પાલજને બાકાત રખાતા ગ્રામજનોમાં આક્રોશ

0
654

ગાંધીનગર મનપા વિસ્તરણ પ્રક્રિયામાં પેથાપુરથી લઈને ભાટ-ઈન્દિરાબ્રીજ સુધી અને વૈષ્ણોદેવી સુધી વ્યાપ વધ્યો છે.ત્યારે મનપા વિસ્તારને અડીને આવેલા નવા પાલજને બાકાત રખાતા સ્થાનિકોમાં રોષની લાગણી છે. મનપા વિસ્તારમાં આવતા પાલજ અને નવા પાલજ વચ્ચે માત્ર રોડનું અંતર છે. ગાંધીનગર રચના સમયે પોતાની મહામૂલી જમીન આપનાર અસરગ્રસ્ત ખેડૂતોના આ ગામને મનપામાં સમાવિષ્ટ ન કરીને અન્યાય કરાયો હોવાની લોકોની લાગણી છે. કારણ શહેરથી દૂર આવેલા ખોરજ, ઝુંડાલ, કોટેશ્વર, ભાટ અને રાંધેજાનો સમાવેશ કરાયો છે. ત્યારે નવા પાલજની બાદબાકી રાજકીય કિન્નાખોરીથી રાઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે મનપાની સામાન્ય સભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસની રજૂઆતથી નવા પાલજનો સમાવેશ કરાયો છે. જોકે જાહેરનામામાં નામ નીકળી જતા સત્તાધીશોએ વિપક્ષના નેતાને પણ ઉઠ્ઠા ભણાવી દીધા હોવાનું લાગી ગ્રામજનોને લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here