મલાઇકા અરોરાએ અર્જૂન કપૂર સાથે પણ કરી લીધું બ્રેકઅપ?????

0
333

બોલિવૂડના પાવર કપલ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ પોતાના રિલેશનને છુપાવીને નથી રાખ્યાં પરંતુ આખી દુનિયા સામે ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.વેકેશનથી લઇને સેલિબ્રેશન સુધી બંને દરેક ઇવેન્ટમાં એક સાથે જોવા મળે છે. જો કે હાલમાં જ આ કપલના બ્રેકઅપની શોકિંગ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ ચર્ચાઓ શરૂ થઇ અર્જૂન કપૂરની એક પોસ્ટ પછી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ. તેવામાં હવે બ્રેકઅપની ખબરો વચ્ચે કપલના એક નજીકના વ્યક્તિએ રિએક્શન આપ્યું છે.અર્જુન અને મલાઈકા આવી નકારાત્મકતાથી અડગ છે અને ચાર વર્ષથી એકબીજાની સાથે છે. જ્યારે ફેન્સ ઉત્સાહિત છે કે બંને ગમે ત્યારે ટૂંક સમયમાં લગ્ન કરીને બધાને સરપ્રાઇઝ કરી શકે છે, નેટીઝન્સનો એક વર્ગ માને છે કે આ કપલ અલગ થવા તરફ આગળ વધી રહ્યું છે.મલાઇકા અને અર્જૂન જાણે છે કે લોકો સમજ્યા-વિચાર્યા વિના જ જજ કરવા લાગે છે. તેથી તેઓ આ પ્રકારની અફવાઓ પર રિએક્ટ ન કરવાનું જ યોગ્ય સમજે છે.