મહારાષ્ટ્રના નાસિકની નજીક વહેલી સવારે 4 વાગે 3.6ની તિવ્રતાનો ભૂકંપ

0
255

બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના નાશિક પાસે રિક્ટર સ્કેલ પર 3.6 તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ જાણકારી આપી છે. એનસીએસના જણાવ્યા અનુસાર, નાસિકથી 89 કિમી પશ્ચિમમાં સવારે લગભગ 4 કલાકે ધરતીની પરત નીચે ટેક્ટોનિક પ્લેટોની હલચલ અનુભવાઈ હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ એક ટ્વિટ કરીને કહ્યું કે, મહારાષ્ટ્રના નાસિકથી 89 કિમી પશ્ચિમમાં આજે સવારે લગભગ 04.04 કલાકે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.