મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા નારાયણ રાણે 1લી સપ્ટેમ્બરના રોજ ભાજપમાં જોડાશે. આ અંગેની નારાયણ રાણેએ જાતે જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં બાદ ભાજપના સમર્થનથી તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. નારાયણ રાણેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે હું સોલાપુરમાં 1લી સપ્ટેમ્બરના રોજ ભાજપમાં જોડાઇશ, જ્યાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક રેલીને સંબોધન કરશે. જો કે ભાજપના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ એનસીપી ધારાસભ્ય રાણા જગજીતસિંહ પાટિલ અને સાતારા સાંસદ ઉદયનરાજે ભોસલે પણ જલ્દી પાર્ટીમાં સામેલ થશે.