મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતમાં BJP ધારાસભ્યના દીકરા સહિત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત

0
416

મહારાષ્ટ્રના સેલસુરા પાસે એક ભયાનક રોડ અકસ્માત સોમવારે મોડી રાતે થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 7 મેડિકલ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. એવા અહેવાલ છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્રનું નામ પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે.આ અકસ્માત સોમવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ વર્ધા તરફ જઈ રહ્યા હતા. પીએમઓએ આ અકસ્માતના મૃતકોના પરિવારજનોને બે-બે લાખ આપવાની જાહેરાત કરી છે.જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર કાબૂ બહાર નીકળીને પુલ તોડી નદીમાં પડી ગઇ હતી. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ વિદ્યાર્થીઓ 25 થી 35 વર્ષની વયજૂથના હતા.પોલીસે આ અંગે જણાવતા કહ્યુ કે, વિદ્યાર્થીઓ કારમાં સેલસુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની કારની સામે એક જંગલી પ્રાણી દેખાયું. પ્રાથમિક તપાસ મુજબ, કાર ચલાવી રહેલા વ્યક્તિએ પ્રાણીથી બચવા માટે વ્હીલ પર જોરથી વળાંક લીધો હતો. પરિણામે વાહન પુલની નીચે ખાડામાં પડી ગયું હતું. વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે, આ કારણે વિદ્યાર્થીઓના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here