મહારાષ્ટ્રમાં ફેકટરીમાં વિસ્ફોટ થવાના કારણે 10 લોકોના મોત

0
1193

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં એક ફેકટરીમાં વિસ્ફોટ થવાના કારણે 10 લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટના ધૂલેના શિરપુર વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેકટરીની છે. કેમિકલ ફેકટરીમાં અચનાક બ્લાસ્ટ થવાના કારણે 10 લોકોના મોપ નિપજ્યાં છે. જ્યારે અન્ય 15 લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં આવેલ કેમિકલ ફેકટરીમાં સિલિન્ડર ફાટવાના કારણે બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જો કે એક અંદાજ મુજબ મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. જો કે ફેકટરીમાં વિસ્ફોટના સમયે અંદાજે 100 લોકો કામ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here